Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર એન્ટ્રી, આયર્લેન્ડને પાંચ રને હરાવ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપની ફાઈનલમાં પહોંચી ચુકી છે. વરસાદના વિઘ્નને લઈ મેચનુ પરીણામ ડકવર્થ લુઈસના નિયમ આધારે સામે આવ્યુ હતુ. જે મુજબ ભારતનો 5 રનથી વિજય જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભારત પોતાના ગ્રુમાં 6 અંક સાથે બીજા સ્થાને રહ્યુ હતુ અને હવે સેમિફાઈનલની ટિકિટ મેળવી ચુક્યુ છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સ્મૃતિ મંધાનીની શાનદાર ઈનીંગને લઈ ભારતà
t20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર એન્ટ્રી  આયર્લેન્ડને પાંચ રને હરાવ્યું
Advertisement
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વિશ્વકપની ફાઈનલમાં પહોંચી ચુકી છે. વરસાદના વિઘ્નને લઈ મેચનુ પરીણામ ડકવર્થ લુઈસના નિયમ આધારે સામે આવ્યુ હતુ. જે મુજબ ભારતનો 5 રનથી વિજય જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભારત પોતાના ગ્રુમાં 6 અંક સાથે બીજા સ્થાને રહ્યુ હતુ અને હવે સેમિફાઈનલની ટિકિટ મેળવી ચુક્યુ છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. સ્મૃતિ મંધાનીની શાનદાર ઈનીંગને લઈ ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 155 રનનુ લક્ષ્ય 6 વિકેટ ગુમાવીને નોંધાવ્યુ હતુ.


Advertisement

આયર્લેન્ડ માટે ખરાબ શરૂઆત
156 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી અને તેને પહેલા જ બોલ પર ફટકો પડ્યો હતો. પહેલા જ બોલ પર બે રન લેવાની પ્રક્રિયામાં એમી હન્ટર એક રન બનાવીને રનઆઉટ થઈ ગઈ હતી. ઓર્લા પ્રેન્ડરગાસ્ટ પણ આ જ ઓવરના પાંચમા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. રેણુકા સિંહે તેને બોલ્ડ કર્યો હતો. ચાર બોલ રમ્યા બાદ તે ખાતું પણ ખોલી શકી નહોતી. જો કે આ પછી આયર્લેન્ડને કોઈ આંચકો લાગ્યો ન હતો. ત્યાર બાદ ગેબી લુઈસ અને કેપ્ટન લોરી ડેલનીએ ટીમની કમાન સંભાળી હતી. બંનેએ 52 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ત્યારપછી વરસાદ આવ્યો અને અમ્પાયરોએ મેચ યોજવાની સ્થિતિ ન જોઈને ભારતને વિજય અપાવ્યો.

Advertisement

ગ્રુપ બીના પોઈન્ટ ટેબલ
અત્યારે ઈંગ્લેન્ડ ગ્રુપ બીના પોઈન્ટ ટેબલમાં ત્રણ મેચમાં ત્રણ જીત અને છ પોઈન્ટ સાથે ટોચ પર છે. તેણે છેલ્લી ગ્રુપ મેચ પાકિસ્તાન સામે રમવાની છે. એવામાં ઈંગ્લેન્ડ ટોપ પર રહીને સેમિફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. આ સાથે જ ભારતીય ટીમ બીજા સ્થાને રહીને સેમિફાઇનલમાં પહોંચી જશે. ઈંગ્લેન્ડનો નેટ રન રેટ +1.776 છે. પાકિસ્તાન સામેની હાર બાદ પણ ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ સ્થાન પર રહી શકે છે. તે જ સમયે, ભારતનો નેટ રન રેટ +0.290 છે. ગ્રુપ-બીમાંથી વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.


ભારતીય ટીમ  સેમિફાઇનલમાં

જો ભારતીય ટીમ બીજા સ્થાને રહીને સેમિફાઇનલમાં પહોંચે છે તો અંતિમ-ચારમાં તેનો સામનો વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારત માટે ફાઈનલનો રસ્તો આસાન નથી. અત્યાર સુધી ગ્રુપ-A માંથી માત્ર ઓસ્ટ્રેલિયન ટીમ જ ચારમાંથી ચાર મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી છે. તે જ સમયે, બીજા સ્થાન માટે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જંગ છે. ગ્રુપ Aમાં બીજા સ્થાને રહેલી ટીમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. પ્રથમ સેમિફાઇનલ 23 ફેબ્રુઆરીએ અને બીજી સેમિફાઇનલ 24 ફેબ્રુઆરીએ રમાશે. ફાઈનલ મેચ 26 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×